AYURVEDA Daily Tips Health Uncategorized

Virus (વિષાણૂ) & Immunity (રોગ પ્રતિકારક શક્તિ)

Spread the love


વાયરસ ખૂબ નાના જંતુઓ છે. તેઓ પ્રોટીન કોટિંગની અંદર આનુવંશિક સામગ્રીથી બનેલા છે. વાયરસ સામાન્ય શરદી , ફલૂ અને મસાઓ જેવા પરિચિત ચેપી રોગોનું કારણ બને છે . તેઓ કોરોના , શીતળા, HIV અને ઇબોલા જેવી ગંભીર બીમારીઓનું કારણ પણ બને છે .

વાયરસ હાઇજેકર્સ જેવા છે. તેઓ સામાન્ય કોષો પર વસવાટ કરી આક્રમણ કરે છે અને તે કોષોનો ઉપયોગ પોતાને જેવા બીજા વાયરસને ગુણાકાર અને પેદા કરવા માટે કરે છે. આ કોષોને મારી શકે છે, નુકસાન કરે છે અથવા બદલી શકે છે અને તમને બીમાર બનાવી શકે છે. જુદા જુદા વાયરસ તમારા શરીરના અમુક કોષો પર હુમલો કરે છે જેમ કે તમારું યકૃત, શ્વસનતંત્ર અથવા લોહી.

જ્યારે તમને કોઈ વાયરસ આવે છે, ત્યારે તમે હંમેશાં તેનાથી બીમાર ન પણ હોવ. તમારી રોગપ્રતિકારક શક્તિ તે સામે લડવામાં સક્ષમ હશે.

મોટાભાગના વાયરલ ચેપ માટે, સારવાર ફક્ત લક્ષણોમાં મદદ કરી શકે છે ત્યારે તમે વાયરસ સામે લડવાની તમારી રોગપ્રતિકારક શક્તિની રાહ જુઓ. એન્ટિબાયોટિક્સ વાયરલ ચેપ માટે કામ કરતું નથી. કેટલાક વાયરલ ચેપની સારવાર માટે એન્ટિવાયરલ દવાઓ છે તથા રસી તમને ઘણા વાયરલ રોગો થવામાં રોકે છે.

રોગ પ્રતિકારક શક્તિ કુદરતી રીતે આપણા શરીર મા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ સામે રક્ષણ આપે છે . જ્યારે રોગ પ્રતિકારક તંત્ર નબળુ પડે છે ત્યારે શરીર બિમાર પડી શકે છે. મજબુત રોગ પ્રતિકારક શક્તિ સીઝનલ બિમારી જવી કે flu, શરદી, તથા બીજી બિમારીઓ સામે રક્ષણ આપે છે.

BOOST YOUR IMMUNE SYSTEM TO STAY HEALTHY

રોગ પ્રતિકારક શક્તિ ને મજબુત બનાવવા ની તંદુરસ્ત રીતો…….

  1. ગરમ ( નવશેકુ ) પાણી પીવું જોઇયે.
  2. ગરમ પાણી, હળદર, મીઠું, ના કોગળા કરવા.
  3. ભુખ લાગે તો જ જમવું., વારંવાર ના જમવું., આગલ નુ પચી જાય પછી જ જમવું.
  4. નિયમિત કસરત , યોગા કરવા.
  5. જો શરીર ભારે લાગે કે જકડાઇ જાય અથવા તો થોડુ ગરમ રહેતુ હોય તો લંઘન (ઉપવાસ) કરવુ. ઉપવાસ મા ગરમ પાણી પીવું, શાકભાજી, ફ્રુટ લેવુ જોઇયે.
  6. ઠન્ડું પાણી, કોલ્ડ ડ્રીંક્સ, આઈસ ક્રિમ વગેરે ના ખાવું.
  7. વાસી ખોરાક ના જમવો.
  8. ફાસ્ટ ફૂડ, તળેલું, વિદાહિ, બેકરી આઇટમ વગેરે ના ખાવું.
  9. ખાંડ, મેન્દો, નમક, વગેરે નો ઉપયોગ ના કરવો.
  10. મિઠાઈ, દૂધ ની મિઠાઈ, ફ્રુટ સલાડ, રબડી, વગેરે કફ વધારે તેવો આહાર ના લેવો.
  11. સાંજે હળવો ( જલદીથી પચી જાય તેવો) આહાર લેવો જોઇયે.
  12. સાંજ નો આહાર અને સવાર ના નાસ્તા વચ્ચે મિનિમમ 14 કલાક નો ગેપ રાખવો.
  13. વિરુધ આહાર ના લેવો જેમ કે..દૂધ અને ખાટી વસ્તુ, દૂધ અને ગોળ, દૂધ અને દહી , વગેરે
  14. જમીને તરત સુવું નહિ તેમજ દિવસે પણ સુવું નહિ.
  15. ઇમ્યુનો મોડુલર અને ઇમ્યુનો બુસ્ટર ઔષધિ ના ઉકાળા, ચૂર્ણ વગેરે લેવા જોઇએ .
  16. ઔષધી : અશ્વગંધા, ગ્રીન ટી, આમલા, લીંડી પીપર, આદું, કાળા મરી, તુલસી, ગળો, લીમડા નો મોર, વગેરે.
  17. સ્મોકિંગ (બીડી -સિગરેટ) , ડ્રીંક્સ (દારુ) વગેરે ન કરવુ.

Leave a Reply